શિકાગોના ગુજરાતીઓ કવિતા દ્વારા ‘હૃદયથી હૃદય સુધી’ જોડાયા

કોઈ પણ સમાજ કે સંસ્કૃતિનો પડઘો તેના ભાષા અને સાહિત્ય દ્વારા પડતો હોય છે. આજનું સાહિત્ય આવતી કાલનો બહુ મોટો દસ્તાવેજ હોય છે. તેમાંય કવિતા એ હૃદયની ભાષા છે. હૃદયની ઊર્મિઓને વ્યક્ત કરતી વાણી છે. શિકાગો આર્ટ સર્કલ ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંગીતનો પ્રચાર-પ્રસાર કરી લોકોના જીવનમાં પોઝિટિવ એટિટ્યૂડ વિકસતો રહે તેવા પ્રયત્નો કરે છે. આ પ્રયત્નના ભાગરૂપે એપ્રિલ 30 2022ના રોજ, શિકાગોના રાના રેગન કમ્યુનિટી હોલમાં એક સુંદર કવિસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કવિસંમલેન ખરેખર અનોખું હતું. શીર્ષક પ્રમાણે તેમાં હાજર રહેનાર તમામ શ્રોતાગણ ખરેખર ‘હૃદયથી હૃદય સુધી’ પહોંચ્યા હતા. હૈયે હૈયું દળાય એવી સ્થિતિમાં આખો હૉલ ખીચોખીચ ભર્યો હતો. અમેરિકામાં–શિકાગોમાં પાંચસો કરતાં વધારે શ્રોતા કવિસંમેલન માણવા આવે એ શિકાગોમાં વસતા ગુજરાતીઓનો સાહિત્યપ્રેમ દર્શાવે છે. શિકાગો આર્ટ સર્કલ સંસ્થા 1996થી સતત ગુજરાતી સાહિત્યની સેવા કરી રહી છે. અગાઉ આદિલ મન્સૂરી, મધુરાય અને ચંદ્રકાન્ત શાહ જેવા દિગજ્જ સાહિત્યકારોને લાઇફ ટાઇમ અચિવમેન્ટ એવોર્ડ આપી ચૂકી છે. ત્યારે આ પ્રસંગે કવિ અનિલ ચાવડાને તેમના સાહિત્યિક પ્રદાન માટે — ખાસ કરીને કવિતા માટે સ્પેશ્યલ રેકોગ્નાઇઝેશન એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભારતીય સિનિયર સિટિઝન એસોશિયેશનના સ્થાપક પ્રમુખ શ્રી હરિભાઈ પટેલને તેમની સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને એવોર્ડ આપીને સન્માનવામાં આવ્યા હતા. છેલ્લા 26 વર્ષોથી શિકાગો આર્ટ સર્કલમાં વોલન્ટિયર તરીકે સેવા આપનાર 87 વર્ષે […]

» Read more